Sunday 29 July 2012

થાક્યો છુ!

જ્યાં જોવું ત્યાં મતલબ સ્વાર્થ નફરત જોવું 

તુજ કે આ દુનિયામાં પ્રેમ થી જીવું તો કેમ જીવું?


હવે તો મારી મતિ કંઇક  આમ વિમાસણમાં પડી 

કેમ મળી નફરત આગ જ્યાં જ્યાં મારી નજર પડી?


સાંભર્યું કે તારાથી નથી અસંભવ કંઈ આ જગતમાં 

તો વહેતી કરને પ્રેમ કેરી ધાર સવ  ના રગમાં!


પાર પાડવા કસોટી તારી શ્રુષ્ટિ પર હું આવ્યો છુ 

નથી પાર પડતી તો શું કરું હવે હું થાક્યો છુ!


દુખની વાત કરું તો દુખની ખાણ હ્રિદય માં પડી છે 

રમવા કસોટી નું નામ લઇ તે આ રમત શું ઘડી છે!


ખુબ લીધી પરીક્ષા મારી તોયે  આશ તારી બાકી છે  

લખુ આ વિશે તો કેટલુ હવે કલમ મારી થાકી છે!


~ મહેશ ચૌધરી, “રાહી”

 

4 comments:

મુક્તક

1.  ​ પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે, અહિં મારુ કોણ છે? જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી,  એ સવ કોઈ આજે મૌન છે.   ~ મહેશ ચૌધરી, "રાહી...