Friday 23 November 2012

અસ્તીત્વ નું અસ્તીત્વ

થયા છો ઊજળા  આપ ખુબ ગસાઈને 
પ્રગતિ ને સર કરી મુસીબત થી પીસાઈને 

પૂરી કરી છે આપે અમારી હરેક માંગની 
સ્વર્ગ ની થઇ ધરા પર આજે મને લાગણી 

ઉપર થી જેટલા કઠોર છો અંદર થી એટલાજ નરમ 
સંતાન રૂપે આપના જન્મ્યો હશે ગયા જન્મ ના કરમ 

ઈશ્વર છો મારા પણ મંદિરમાં ક્યાં વસો છો!
જીવન છો મારા તમે તો શ્વાસો માં વસો છો.

ચરણો માં તમારા હું આખું જીવન વિતાવી દઉં,
આપની ખુશી માટે હું મારું અસીત્વ  મિટાવી દઉં.

સેવામાં તમારી ખુશી મારી બસ સેવા કરતો જાઉ
એક નહિ સાત જન્મ મારા ન્યોછાવર કરતો જાઉ.

ઈશ્વર સમ માં-બાપ ને મારા કોટી કોટી વંદન 
નુતન વર્ષ નાં આપને ખુબ ખુબ અભિનંદન. 

~ મહેશ ચૌધરી, “રાહી”


1 comment:

મુક્તક

1.  ​ પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે, અહિં મારુ કોણ છે? જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી,  એ સવ કોઈ આજે મૌન છે.   ~ મહેશ ચૌધરી, "રાહી...