Monday 10 April 2017

ચાહ

ઘેરાય છે વાદળ ને મેહ ગાજે તો છે
ના વરસે તોયે વરસશે એમ લાગે તો છે.

જીવનની ભાગદોડથી થાકી ગણીવાર,
હરવું તે સ્મિત મન ચાહે તો છે.

હઝારોની ભીડમાં પણ લાગે તનહાઈ કેમ!
મારો હાથ તારો સાથ માંગે તો છે

સદીઓથી સૂતી જે લાશ કફનમા,
પગરવ સાંભરતા જાગે તો છે

ગમે તેમ બચાવવા ચાહો તમે પણ,
વાગવાના ઘા દિલને વાગે તો છે

વરસે ભલે મેહ આંખ મીંચીને,
લાગવાની હોય આગ ત્યાં લાગે તો છે.

પહોંચવા કરે ભલે  ઘણા પ્રયત્નો,
મૃગથી મૃગજળ દૂર ભાગે તો છે.

~ મહેશ ચૌધરી, “રાહી”

મુક્તક

1.  ​ પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે, અહિં મારુ કોણ છે? જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી,  એ સવ કોઈ આજે મૌન છે.   ~ મહેશ ચૌધરી, "રાહી...