ઘેરાય છે વાદળ ને મેહ ગાજે તો છે
ના વરસે તોયે વરસશે એમ લાગે તો છે.
જીવનની ભાગદોડથી થાકી ગણીવાર,
હરવું તે સ્મિત મન ચાહે તો છે.
હઝારોની ભીડમાં પણ લાગે તનહાઈ કેમ!
મારો હાથ તારો સાથ માંગે તો છે.
સદીઓથી સૂતી જે લાશ કફનમા,
પગરવ સાંભરતા જ જાગે તો છે.
ગમે તેમ બચાવવા ચાહો તમે પણ,
વાગવાના ઘા દિલને વાગે તો છે.
વરસે ભલે મેહ આંખ મીંચીને,
લાગવાની હોય આગ ત્યાં લાગે તો છે.
પહોંચવા કરે ભલે એ ઘણા પ્રયત્નો,
મૃગથી મૃગજળ દૂર ભાગે તો છે.
~ મહેશ ચૌધરી, “રાહી”
~ મહેશ ચૌધરી, “રાહી”