Thursday 26 April 2018

મુક્તક

1. 
પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે,
અહિં મારુ કોણ છે?
જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી, 
એ સવ કોઈ આજે મૌન છે.  

~ મહેશ ચૌધરી, "રાહી"

2.
નથી હું કોઈ જાદુગર પણ,
અનોખી કોઈ તરકીબ અજમાવી દવ.
બીજી ગતાગમ ઓછી પડે પણ,
ગઝલ એકાદ સરસ સંભરાવી દવ.

~ મહેશ ચૌધરી, "રાહી"

3.
ફૂલોમાં હતો પહેલા રંગ એ હવે ક્યાં છે?
જીવવામાં હતો જે ઉમંગ એ હવે ક્યાં છે?
સઘરુ મળ્યું "રાહીને" નથી કોઈજ ઉણપ,
હતો જે આપનો સંગ એ હવે ક્યાં છે?

~ મહેશ ચૌધરી, "રાહી"

4.
જીવતા નથી કરી જેમને મારી સૅજ પણ કદર,
ફૂલોથી એમના ઢંકાઈ રહે છે આજે મારી કબર.

~ મહેશ ચૌધરી, "રાહી"

5.
તને પ્રેમ કરવા મારે કારણની શું જરૃર!
ને ના હોય તો ખોટા આવરણની શું જરૃર!
ગઝલ લખવા તો થોડા જખ્મો જ છે કાફી,
એમાં કહો ભલા વ્યાકરણની શું જરૃર!

~ મહેશ ચૌધરી, "રાહી"

6.
આમતો એ પણ મારી સામું Stare કરે છે.
મારી હરેક ભૂલને પણ સહજ Spare કરે છે.
પૂછી લવ બધુજ એને પેલી રમત ઘ્વારા પણ,
એ truth ના બદલે હરવખત Dare કરે છે.

~ મહેશ ચૌધરી, "રાહી"

7.
મૃગજર પાછળ એ દોટ શું કામની!
લખાય ના ગઝલ તો ચોટ  શું કામની!

~ મહેશ ચૌધરી, "રાહી"

Friday 20 April 2018

​પ્રેમની એ કુંપર....

પ્રેમની એ કુંપર ફરી ફુટી આજે,
જીદ એ બધી પાછળ છુટી આજે.

ઘૂંઘડાઇ મર્યુ છે જે આજ સુધી,
એ દિલે મજા ખુબ લૂંટી આજે.

છુટી છવાઇ એ આંગળીયો પણ,
ભેગી મળી ને થઇ મુઠ્ઠી આજે.

બાંધી રાખી’તી જે ખુબજ બળથી,
ર્હદયની એ પાર પણ તૂટી આજે.

કાન ઘરી બેઠો’તો કયારનોય રાહ પર,
પગરવ સાંભરી કે દોટ મૂકી આજે.

લખવુ હતું ઘણું આ પ્રસંગે “રાહી”,
ખાણ મારા શબ્દોનીય ખૂટી આજે.

~ મહેશ ચૌધરી, “રાહી”

પ્રશ્ન ?

મનખો અવતાર કેમ મળ્યો તને?
આવો શું પ્રશ્ન ક્યારેય થયો તને?

સફરતા નિષ્ફળતા અને આ ભાગદૌડ,
એનો શું અંત ક્યાંય જડ્યો તને?               

માર્ગ તો ઘણા મળશે ને ઘણા સાથી પણ,
મનને ટાઢક આપે એ સાથ જડ્યો તને? 

રહીયે ભલેને બહુ વ્યસ્ત તું ને હું પણ,
જુની વાતોનો પડઘો કાને પડ્યો તને?

તું શીવ છે સુંદર છે ને મનનો રાજા છે,
આવો અભિપ્રાય બીજે શું મળ્યો તને?

    ~ મહેશ ચૌધરી “રાહી”

ફકત એક સ્મીત પાછળ....


ફકત એક સ્મીત પાછળ શું દદ‌ઁ છુપાવ્યા છે અમે!
બાંધી પાર પાંપણની નયનના નૂર દબાવ્યા છે અમે.

થઇ છે દશા દયનીક અરે એ તો વાત છે આજની!
કરુ જો વાત કાલની તો હિમાલય જુકાવ્યા છે અમે.

લાગે તનહા રાત એનો હવે દિલને કોઇ ગમ નથી
દિવસો એમની જુલ્ફ હેઠળ કૈં વિતાવ્યા છે અમે.

વીસરી ગયા બધુજ તમે તો આંખના એક પલકારે
સ્મીત તમારુ પ્રીત અમારી ને ગીત ભુલાવ્યા છે અમે.

થોડી મળી આગ રાહ પર તો થોડીક મળી શીતરતા,
ફુલોથી વઘુ બાહોમાં ‘રાહી’ કાંટા સમાવ્યા છે અમે.

~ મહેશ ચૌધરી, “રાહી”

Sunday 11 March 2018

જોઇ દાવ​-પેચ દુનિયાના.....

જોઇ દાવ​-પેચ દુનિયાના હ્રદય  આ ગભરાય છે,
કર્યા કાન બંધ છતા સ્વાર્થ ના પડઘા સંભરાય છે.

રહી જગ જાહેર જેને વિતાવ્યુ  છે આખું જીવન ,
જોઇ ભીડ લોકોની આજ એ ખૂણે જઇ સંતાય છે.

સ્વજન બની ફરે છે મારા ચોફેર જે લોકો,
ભીતર એમના ઝાંકુ તો બસ‌ નફરત જ છલકાય છે.

અનેક વાગ્યા છે કાંટા, આ જીવન કેરા સફરમાં,
મળે જો રાહ પર ફૂલ તો પણ મન મારું શંકાય છે.

તોયે કરુ છુ આભાર તારો, ઓ જાલિમ દુનિયા,
તમારા જ પ્રતાપે "રાહી” થી ગઝલ આવી લખાય છે.

~ મહેશ ચૌધરી, “રાહી”

મુક્તક

1.  ​ પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે, અહિં મારુ કોણ છે? જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી,  એ સવ કોઈ આજે મૌન છે.   ~ મહેશ ચૌધરી, "રાહી...