Sunday 11 March 2018

જોઇ દાવ​-પેચ દુનિયાના.....

જોઇ દાવ​-પેચ દુનિયાના હ્રદય  આ ગભરાય છે,
કર્યા કાન બંધ છતા સ્વાર્થ ના પડઘા સંભરાય છે.

રહી જગ જાહેર જેને વિતાવ્યુ  છે આખું જીવન ,
જોઇ ભીડ લોકોની આજ એ ખૂણે જઇ સંતાય છે.

સ્વજન બની ફરે છે મારા ચોફેર જે લોકો,
ભીતર એમના ઝાંકુ તો બસ‌ નફરત જ છલકાય છે.

અનેક વાગ્યા છે કાંટા, આ જીવન કેરા સફરમાં,
મળે જો રાહ પર ફૂલ તો પણ મન મારું શંકાય છે.

તોયે કરુ છુ આભાર તારો, ઓ જાલિમ દુનિયા,
તમારા જ પ્રતાપે "રાહી” થી ગઝલ આવી લખાય છે.

~ મહેશ ચૌધરી, “રાહી”

મુક્તક

1.  ​ પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે, અહિં મારુ કોણ છે? જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી,  એ સવ કોઈ આજે મૌન છે.   ~ મહેશ ચૌધરી, "રાહી...