Friday, 20 April 2018

ફકત એક સ્મીત પાછળ....


ફકત એક સ્મીત પાછળ શું દદ‌ઁ છુપાવ્યા છે અમે!
બાંધી પાર પાંપણની નયનના નૂર દબાવ્યા છે અમે.

થઇ છે દશા દયનીક અરે એ તો વાત છે આજની!
કરુ જો વાત કાલની તો હિમાલય જુકાવ્યા છે અમે.

લાગે તનહા રાત એનો હવે દિલને કોઇ ગમ નથી
દિવસો એમની જુલ્ફ હેઠળ કૈં વિતાવ્યા છે અમે.

વીસરી ગયા બધુજ તમે તો આંખના એક પલકારે
સ્મીત તમારુ પ્રીત અમારી ને ગીત ભુલાવ્યા છે અમે.

થોડી મળી આગ રાહ પર તો થોડીક મળી શીતરતા,
ફુલોથી વઘુ બાહોમાં ‘રાહી’ કાંટા સમાવ્યા છે અમે.

~ મહેશ ચૌધરી, “રાહી”

Sunday, 11 March 2018

જોઇ દાવ​-પેચ દુનિયાના.....

જોઇ દાવ​-પેચ દુનિયાના હ્રદય  આ ગભરાય છે,
કર્યા કાન બંધ છતા સ્વાર્થ ના પડઘા સંભરાય છે.

રહી જગ જાહેર જેને વિતાવ્યુ  છે આખું જીવન ,
જોઇ ભીડ લોકોની આજ એ ખૂણે જઇ સંતાય છે.

સ્વજન બની ફરે છે મારા ચોફેર જે લોકો,
ભીતર એમના ઝાંકુ તો બસ‌ નફરત જ છલકાય છે.

અનેક વાગ્યા છે કાંટા, આ જીવન કેરા સફરમાં,
મળે જો રાહ પર ફૂલ તો પણ મન મારું શંકાય છે.

તોયે કરુ છુ આભાર તારો, ઓ જાલિમ દુનિયા,
તમારા જ પ્રતાપે "રાહી” થી ગઝલ આવી લખાય છે.

~ મહેશ ચૌધરી, “રાહી”

Monday, 10 April 2017

ચાહ

ઘેરાય છે વાદળ ને મેહ ગાજે તો છે
ના વરસે તોયે વરસશે એમ લાગે તો છે.

જીવનની ભાગદોડથી થાકી ગણીવાર,
હરવું તે સ્મિત મન ચાહે તો છે.

હઝારોની ભીડમાં પણ લાગે તનહાઈ કેમ!
મારો હાથ તારો સાથ માંગે તો છે

સદીઓથી સૂતી જે લાશ કફનમા,
પગરવ સાંભરતા જાગે તો છે

ગમે તેમ બચાવવા ચાહો તમે પણ,
વાગવાના ઘા દિલને વાગે તો છે

વરસે ભલે મેહ આંખ મીંચીને,
લાગવાની હોય આગ ત્યાં લાગે તો છે.

પહોંચવા કરે ભલે  ઘણા પ્રયત્નો,
મૃગથી મૃગજળ દૂર ભાગે તો છે.

~ મહેશ ચૌધરી, “રાહી”

Thursday, 25 August 2016

મનની વાત

મનમાં હતી જે વાત કોને કહું?
સુની લાગે કેમ રાત કોને કહું? 

પૂછ પૂછ તો સૌ કોઈ કર્યા કરે છે પણ 
સાંભરે ના કોઈ જવાબ, તો કોને કહું? 

કર્યો છે બદનામ જે રીત થી દુનિયા એ,
નથી આદમી એટલો હું ખરાબ, કોને કહું? 

રંક ગણી બેઠા મને મારી એક હાર પર,
હતો હું પણ એક નવાબ, કોને કહું?

મીલનનુ એ દ્રશ્ય હજી તાજુ છે આંખમાં,
કોના જોયા હતા ખ્વાબ, કોને કહું?

મયખાના  નો અર્થ પણ ન્હોતો ખબર આમતો,
પીતો થયો હોઈશ કેમ શરાબ, કોને કહું?

~ મહેશ ચૌધરી, “રાહી”

Tuesday, 3 May 2016

આ ગામ આપણું.

વર્ષોથી તરસ્યા હ્રીદય ને આજ 
દઈ ગયું એક જામ, આ ગામ આપણું.

છે વડ વિશાળ એક ને ઘટા એની અંધારી
લે સવ જ્યાં કાલીનું નામ, આ ગામ આપણું. 

પ્રભાતે લે સવ રામ નું નામ ને ભજન ગુંજે
જ્યાં થાતા શામ, આ ગામ આપણું.

શહેર ની ભીડમાં બેચેન બની મન 
ચહે જે એકજ ઠામ, આ ગામ આપણું.

છુ ઉભો આજ ગામ ભાગોર ને જોવું છુ
ફરી એ દેવોના ધામ, આ ગામ આપણું.

~ મહેશ ચૌધરી, “રાહી”

Wednesday, 2 September 2015

શોધી બતાવ તું!

છે ઈશ્વર ખરેખર તો ચલ શોધી બતાવ તું,
શ્રદ્ધા ભર્યું રામ નામ ચલ બોલી બતાવ તું.

ભીતર બેસી ક્યારનો એ ખખડાવ્યા કરે છે, 
અંતર ના એ ધ્વારને ચલ ખોલી બતાવ તું.

છે ખાતરી મને કે મળશે તને મોતિ એ મહીં ,
મારી છલાંગ દરિયાને ચલ ખોદી બતાવ તું. 

હોય નફરત એટલી જ આ મોહ-માયા થી,
થા ઉભો ને છૂટે તો ચલ છોડી બતાવ તું.

લાગણીનાં જો થાય તોલ આ દુનિયામાં "રાહી"
મુક્યું છે દિલને ત્રાજવાંમાં ચલ તોલી બતાવ તું.

~ મહેશ ચૌધરી, “રાહી”







Friday, 7 March 2014

પહાડ વચ્ચે ચમકે છે.....

પહાડ વચ્ચે ચમકે છે એક રૂપાળો તારો!
છે માલિકી એ કુદરત ની,
નથી એ તારો નથી એ મારો!

સાગર સમ પ્રેમ મારો તે જોયો જ  નથી.

ચાલ ડૂબી જઈએ એ મહી,
પછી શું મીઠો ને શું ખાળો!

જીવન વીતી જશે આમને આમ એક દી,

હવે જીવી લઈએ હરી મળિ ને અહીં
કોણ અહીં ખરાબ ને કોણ સારો!

મૂકી વ્યથાઓ જીવનની,

થોડું મરજી મુજબ નું જીવીએ,
થાકી જશું જજુંબીને તોયે આવશે નહિ પારો!

સર્વ રંગો ને ભેગા કરી "રાહી ",

બનાવીએ રંગીન આ દુનિયા
ભલેને એ સફેદ હોય કે હોય પછી કાળો!

~ મહેશ ચૌધરી, “રાહી”

મુક્તક

1.  ​ પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે, અહિં મારુ કોણ છે? જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી,  એ સવ કોઈ આજે મૌન છે.   ~ મહેશ ચૌધરી, "રાહી...