જ્યાં જોવું ત્યાં મતલબ સ્વાર્થ નફરત જોવું
તુજ કે આ દુનિયામાં પ્રેમ થી જીવું તો કેમ જીવું?
હવે તો મારી મતિ કંઇક આમ વિમાસણમાં પડી
કેમ મળી નફરત આગ જ્યાં જ્યાં મારી નજર પડી?
સાંભર્યું કે તારાથી નથી અસંભવ કંઈ આ જગતમાં
તો વહેતી કરને પ્રેમ કેરી ધાર સવ ના રગમાં!
પાર પાડવા કસોટી તારી શ્રુષ્ટિ પર હું આવ્યો છુ
નથી પાર પડતી તો શું કરું હવે હું થાક્યો છુ!
દુખની વાત કરું તો દુખની ખાણ હ્રિદય માં પડી છે
રમવા કસોટી નું નામ લઇ તે આ રમત શું ઘડી છે!
ખુબ લીધી પરીક્ષા મારી તોયે આશ તારી બાકી છે
લખુ આ વિશે તો કેટલુ હવે કલમ મારી થાકી છે!
~ મહેશ ચૌધરી, “રાહી”
awesome bro keep it up
ReplyDeletethank you bhai :)
Deletethank you bro :)
ReplyDelete